ગત તારીખ 3-3-2023 ના રોજ આગામી દિવસોમાં આવનારા વુમન્સ ડે અંતર્ગત નારી શક્તિ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં શ્રી મતી લતાબેન વિરડીયા (રેક્ટર, ભાલાળા હોસ્ટેલ), ડો. મોનાલી તન્ના (કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપીસ્ટ એન્ડ ન્યુટ્રીશીયન) અને ડો. વૈભવી દવે (ડિરેક્ટર કોર્ડીનેટર, IPA-WC) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ મિત્રો દ્વારા શ્રીમતી લતાબેન વિરડીયા, ડો.મોનાલી તન્ના અને ડો. વૈભવી દવે નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેઓને મોમેન્ટો આપી બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણ ને સાર્થક કરતો ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડો. મોનાલી તન્ના દ્વારા વુમન હેલ્થ ટોપીક ઉપર વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેથી કરી કોલેજની વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં આવનારા સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરી શકે.
સાથોસાથ કોલેજની વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી એકેડમીક એક્સેલેન્સ, સોશિયલ સર્વિસ, સપોર્ટ એક્ટિવિટી, 360° પર્ફોમન્સ જેવી કેટેગરીમાં વિદ્યાર્થીનીઓને વિભાજીત કરી મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.