હરિવંદના કોલેજના આંગણે તારીખ 3 જુલાઈ, 2023 ના રોજ M.Sc. Sem 1 ના વિદ્યાર્થીઓના પ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું તથા M.Sc.ના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનું કંકુ ચોખાથી ચંદલો કરી અને વેલકમ કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર ડૉ. અનામિક શાહ (પૂર્વ કુલપતિ, ગુજરાત વિદ્યાપીઠ તથા પ્રમુખ, ISCB લખનઉ) પધાર્યા હતા. જેઓએ રસાયણ વિજ્ઞાનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો તથા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. M.Sc. Sem-3 ના વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમા પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.