Year of Establishment

2

0

0

6

Current Event
Logo
Logo
  22/04/2024

Well Begun-FY B.COM

HARIVANDANA COLLEGE RAJKOT

હરિવંદના કોલેજના આંગણે FY B.COM ના વિદ્યાર્થીઓનો આ પહેલો દિવસ હતો. સર્વેનું ભારતીય સંસ્કૃતિ તથા પરંપરા અનુસાર કુમકુમ અક્ષતથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ઓરિએન્ટેશન પ્રોગ્રામના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ બિલ્ડર્સ અસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી પરેશભાઈ ગજેરા હાજર રહ્યા હતા. પરેશભાઈએ સર્વે વિદ્યાર્થીઓ સાથે પોતાનો અનુભવ શેર કર્યો હતો અને આ પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા સૌને કંઇક નવું શીખવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરિવંદના કોલેજના કેમ્પસ ડિરેક્ટર શ્રી ડૉ. સર્વેશ્વર ચૌહાણ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ શ્રી ડૉ. વિશાલ વસા તથા કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના બધા જ સ્ટાફે ખાસ જહેમત ઉઠાવી હતી.

ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓમાં આ નવી શરૂઆતનો ખાસ ઉમંગ જોવા મળ્યો હતો.