Year of Establishment

2

0

0

6

Current Event
Logo
Logo
  27/04/2024

WELCOME FUNCTION

RAJKOT

3 ઓગસ્ટ, 2023 અને ગુરુવારના રોજ હરિવંદના કોલેજ દ્વારા વેલકમ ફંકશન ' સમર્થગાથા - 2k23' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની તમામ પ્રસ્તુતિઓ ભગવાન શ્રી રામના જીવન-કવન પર આધારિત હતી.

ભગવાન શ્રી રામના જીવનના પ્રસંગો પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેની સાથે સાથે સાંસ્કૃતિક નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

હરિવંદના કોલેજ દ્વારા આયોજિત વેલકમ ફંકશન ' 'સમર્થગાથા 2k23' માં ડૉ. ભરતભાઈ બોઘરા (ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ), મુકેશભાઈ દોશી (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), ડૉ પ્રદીપભાઈ ડવ (મેયર શ્રી, રાજકોટ.) તથા ડૉ. ગિરિશભાઈ ભીમાણી ( વાઇસ ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિથી કાર્યક્રમની રોનક વધી ગઈ હતી. સમગ્ર કાર્યક્રમ ભગવાન શ્રી રામના જીવન-કવન પર આધારિત હતો જેમાં શ્રીરામના જીવનને લાગતા પ્રસંગો પર આધારિત નાટક તથા સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અનોખી પ્રેરણા આપવા માટે શ્રી અર્જુન દવે કી નોટ સ્પીકર તરીકે હાજર રહ્યા હતા.

આજના સમયમાં પણ હરિવંદના કોલેજ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર કાયમ છે જેના પ્રતીક રૂપે આ સફળ કાર્યક્રમ હંમેશા યાદ કરવામાં આવશે.
સૌ કોઈના સહિયારા પ્રયાસના પરિણામે આ અભૂતપૂર્વ કાર્યક્રમ શક્ય બન્યો હતો.