હરિવંદના કોલેજના લાયબ્રેરી એન્ડ લિટરેચર સેલ દ્વારા તારીખ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ 'સ્ટોરી ટેલિંગ' નું આયોજન કરેલું છે. કાર્યક્રમનો સમય સવારે ૧૧.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૪૫ સુધીનો રહેશે. જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ ફરજિયાતપણે કાલે જ લાયબ્રેરીમાં નામ રજીસ્ટર કરાવવાનું રહેશે.
નિયમો:
- અંગ્રેજી/હિન્દી/ગુજરાતી ભાષાની કોઈ પણ એક વાર્તાનું આપે વાંચન/પઠન કરવાનું રહેશે.
- આપની પ્રસ્તુતિ ઓછામાં ઓછી ૩ મિનિટ અને વધુમાં વધુ ૧૦ મિનિટની હોવી જોઈએ.
- મર્યાદિત વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવી જવા.
- કાર્યક્રમની કોઈ પણ બાબતમાં અંતિમ સત્તા લાયબ્રેરી એન્ડ લિટરેચર સેલના સભ્યો તથા હોદ્દેદારોની રહેશે.