રાજકોટ ખાતે હરિવંદના કોલેજ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૬ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ હરિવંદના કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે 'પરછાઇ' નામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી નેહલબહેન ગઢવી મુખ્ય વક્તા તરીકે પધાર્યા હતા. કોઈ કો-એજ્યુકેશન આપતી સંસ્થા દીકરીઓ માટે તથા સાથે સાથે તે દીકરીઓની માતાઓ માટે આવા કાર્યક્રમનું આયોજન કરે તેવું જવલ્લે જ જોવા મળે છે. આ કાર્યક્રમમાં નેહલબહેને દીકરીઓને આજના સમયમાં ઉપયોગી થાય તથા તેઓનું સ્તર ઊંચું આવે તે પ્રકારનું વક્તવ્ય આપ્યું હતું. આ સાથે જ હરિવંદના કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલી દીકરીઓ કે જેઓ આજે સફળતાના અનેરા મુકામો સર કરી ચૂકી છે તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હરિવંદના કોલેજ હંમેશા માત્ર સ્ત્રી સશક્તિકરણની વાતોમાં જ નહીં, ખરેખર તેવું કરી બતાવવામાં માને છે તેનો ફરી એક વાર દાખલો બેસાડ્યો હતો.
દિકરી ને સાંભડવાનુ રાખવુ
શ્રી નેહલ બેન ગઢવી દ્વારા परछाई - २०२३ કાર્યક્રમ ફક્ત કોલેજ માં અભ્યાસ કરતી દિકરી અને એમના મમ્મી માટે નો કાર્યક્રમ યોજાયો હતો
Laado/Emotional act/Mother daughter love/Harivandana college
પગલા ન પાડતી
શ્રી નેહલ બેન ગઢવી દ્વારા परछाई - २०२३ કાર્યક્રમ ફક્ત કોલેજ માં અભ્યાસ કરતી દિકરી અને એમના મમ્મી માટે નો કાર્યક્રમ યોજાયો હતો.
"Wings to Women"
परछाई - २०२३ માં
મહિલા સશક્તિકરણ દર્શાવતો એક ડાન્સ કોલેજ માં અભ્યાસ કરતી દિકરી દ્વારા કરવા માં આવ્યો એની એક ઝલક
*મન ની ગાંઠ*
શ્રી નેહલ બેન ગઢવી દ્વારા परछाई - २०२३ કાર્યક્રમ ફક્ત કોલેજ માં અભ્યાસ કરતી દિકરી અને એમના મમ્મી માટે નો કાર્યક્રમ યોજાયો હતો એ વ્યક્તવ્ય નો એક અંશ આપના માટે હરિવંદના કોલેજ social media ના માધ્યમ થી લાવી છે ત્યારે આપ બધા ને વિનંતી કે આ વિડિયો ને વધુ માં વધુ શેર કરો અને વીડિયો ને જોવા માટે નીચે આપેલ youtub લિંક પર ક્લિક કરો.