તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ હરિવંદના કોલેજ ખાતે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજ વંદન તથા NCC પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી ગણ, સ્ટાફ ગણ તથા વિદ્યાર્થી મિત્રોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાયન્સ ડિપાર્ટમેન્ટની ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીની ઋત્વી રોકડ અને ટ્રસ્ટી શ્રી ડૉ. મહેશભાઈ ચૌહાણના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
સર્વે ઉપસ્થિત લોકોએ એકસાથે રાષ્ટ્રગાન કર્યું હતું.
સ્વાતંત્ર્ય દિવસની સર્વે ભારતીયોને શુભકામનાઓ.