તારીખ ૯ જાન્યુઆરી ૨૦૨૩
આજ રોજ હરિવંદના પ્રીમિયર લીગની શરૂઆત થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ગીરીશ ભીમાણી સાહેબ તથા હરિવંદના કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સર્વેશ્વર ચૌહાણની હાજરીમાં આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ. આકાશને તિરંગાના રંગે રંગીને પહેલા મેચની શરૂઆત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં રાજકોટના મેયર શ્રી પ્રદીપભાઈ ડવ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય શ્રી ધરમભાઈ કામબલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં હરિવંદના કોલેજની ૨૫ ટીમ્સે ભાગ લીધેલ છે. આજ રોજ આ પૈકી ૧૦ ટીમે એકબીજા સાથે બાથ ભીડી હતી. સૌ ખેલાડીઓ આગવા જોશમાં હતા. આ જ જુસ્સો અને ઉત્સાહ હજુ પણ ૧૩ તારીખ સુધી ચાલુ રહેશે.
(CricHeroes પર આપ દરેક મેચના લાઈવ સ્કોર જોઈ શકો છો.)
ઔર યે ગયા છક્કા!'
'યે ગયા ચૌકા!'
'ગેન્દબાઝ ને સ્ટમ્પ્સ ઉખાડ દિયે'
'વાહ! ક્યા કેચ હે!'
જી હાં! આવા જ અવાજોથી આજ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. કેમ? કેમ કે આજ સવારમાં હરિવંદના પ્રીમિયર લીગની શરૂઆત થઈ હતી.
બસ આવી જ મોજ મજા અને બેટ બોલની ટક્કર હજુ ૪ દિવસ જોવા મળશે. તારીખ ૧૩ જાન્યુઆરીના રોજ HPL નો ફાઇનલ મેચ હશે.
ક્રિકેટ ઉતાર-ચડાવની રમત છે. કોઇ ગેમ એકતરફી હોય તો કોઈ રસાકસીની. આજ એક દિવસમાં આ બંને પ્રકારની ગેમ જોવા મળી.
આગામી દિવસોમાં પણ આવા જ 'કાંટે કી ટક્કર' જેવા મેચ માટે તૈયાર રહો!
Harivandana Premier League
Day 2
સતત બીજા દિવસે પણ હરિવંદના પ્રીમિયર લીગમાં એકથી એક ચઢિયાતા મેચ જોવા મળ્યા હતા. બીજા દિવસે 6 મેચ રમવામાં આવ્યા. લગભગ મેચ છેલ્લી ઓવર સુધી ખેંચાયા હતા. પ્રેક્ષકોને દિલધડક મુકાબલા જોવા મળ્યા હતા.
હજુ પણ ત્રણ દિવસ આ જ પ્રકારના જોરદાર મેચ જોવા મળવાના છે. અત્યારે જ ગ્રાઉન્ડ પર પહોંચી જાઓ અથવા તો તમારા ડીવાઈસમાં CRICHEROES એપ્લિકેશનમાં HARIVANDANA સર્ચ કરીને મેચની એક એક મિનિટની માહિતી મેળવો.
Harivandana Premier League
Day 3
સતત ત્રીજા દિવસે પણ હરિવંદના પ્રીમિયર લીગમાં એકથી એક ચઢિયાતા મેચ જોવા મળ્યા હતા. ત્રીજા દિવસે 6 મેચ રમવામાં આવ્યા. લગભગ મેચ છેલ્લી ઓવર સુધી ખેંચાયા હતા. પ્રેક્ષકોને દિલધડક મુકાબલા જોવા મળ્યા હતા.
હજુ પણ બે દિવસ આ જ પ્રકારના જોરદાર મેચ જોવા મળવાના છે. અત્યારે જ ગ્રાઉન્ડ પર પહોંચી જાઓ અથવા તો તમારા ડીવાઈસમાં CRICHEROES એપ્લિકેશનમાં HARIVANDANA સર્ચ કરીને મેચની એક એક મિનિટની માહિતી મેળવો.