હરિવંદના કોલેજ દ્વારા અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થી દ્વારા બનાવામાં આવેલ ૨૩૩૬ થી વધુ લાકડા ના ચકલીના માળા નું વિદ્યાર્થીઓમાં વિનામૂલ્ય વિતરણ
હરિવંદના કોલેજના આંગણે શ્રી રામને આવકારવા માટે 'હરિવંદના કી શ્રી રામવંદના' તથા 'શ્રી રામ યુવા યજ્ઞ' નું અનોખું આયોજન*
ભારતમાં શ્રી રામના અયોધ્યા આગમનને લઈને એક તહેવારથી પણ રૂડું વાતાવરણ જામી રહ્યું છે. આ પવિત્ર ઘટનામાં રામસેતુની ખિસકોલી માફક હરિવંદના કોલેજ દ્વારા પણ સનાતનીઓના હૃદય સમ્રાટ શ્રી રામને આવકારવા માટે એક નાનકડો એવો પ્રસંગ 'હરિવંદના કી શ્રીરામવંદના' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 'શ્રી રામ યુવા યજ્ઞ' પણ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા ભગવાન શ્રી રામ જેના અંશ છે તેવા શ્રી વિષ્ણુ ભગવાનની સહસ્ત્ર નામાવલીનો જાપ કરવામાં આવ્યો હતો.
સૌ કોઈ ભગવા વસ્ત્રમાં સજ્જ થઈને ખુબ પોતીકા લાગતા એવા રામલલ્લાને આવકારવા માટે તૈયાર હતા. ભક્તિ ભાવની સાથે આ ઘટના સમગ્ર ભારત વર્ષને એકતાનો પણ સંદેશો આપે એવી અભ્યર્થના. બ્રહ્માંડમાં બિરાજીત શ્રી રામ સૌ કોઈ સાચા રામ રામ રાજ્યની પ્રેરણા આપે તથા સુભાશિષ આપે એવી પ્રભુને પ્રાર્થના.