હરિવંદના કોલેજ ખાતે દિકરી ઓ માટે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં MLA GUJRAT ડો.દર્શિતાબેન શાહ અને ડો.રાજેશ્વરીબેન ડોડીયા જે રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા.
તારીખ ૧૩/૦૧/૨૦૨૩ અને શુક્રવારના રોજ હરિવંદના કોલેજની દીકરીઓ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટ, ખો ખો, લંગડી, રિલે રેસ, દોરડા કુદ, ત્રીપગી દોડ, રસ્સા ખેંચ, રૂમાલ દાવ, છૂટ પિટ વગેરે જેવી રમતો શામેલ હતી. કાર્યક્રમની શરૂઆત રાજકોટના MLA ડૉ. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર તથા આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ્વરીબેન ડોડીયાના હાથે કરવામાં આવી હતી. હરિવંદના કોલેજના ચેરમેન શ્રી મહેશભાઈ ચૌહાણની પણ હાજરી રહી હતી.
ગ્રાઉન્ડ પર હાજર દીકરીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈને પોતાના રમત કૌશલ્યનું સરસ પ્રદર્શન કર્યું હતું. હરિવંદના કોલેજમાં હંમેશા દીકરીઓ માટે ખાસ આયોજનો થતા જ હોય છે અને આગળ પણ થતા રહેશે. સૌ દીકરીઓ ખુબ આગળ વધે એવી આશા.