તારીખ ૧૨ ઓગસ્ટ અને શનિવારના રોજ આગામી ગુજરાતી ફિલ્મ '૩ એક્કા' ની સ્ટાર કાસ્ટ હરિવંદના કોલેજની મુલાકાતે આવી હતી. સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા બધા સિતારાઓનું ભવ્યાતિભવ્ય તથા ધમાકેદાર સ્વાગત કરાયું હતું. સર્વે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર યશ સોની, ઈશા કંસારા, કિંજલ રાણપરિયા, મિત્ર ગઢવી તથા તર્જની ભાડલાને વધાવ્યા હતા. ફિલ્મ ' ૩ એક્કા ' ની સ્ટાર કાસ્ટ પણ હરિવંદના કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓની મહેનત અને મહેમાનગતિ દ્વારા ખુબ પ્રભાવિત થયા હતા.