૨૪/૦૧/૨૦૨૩ અને મંગળવારના રોજ ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા હરિવંદના કોલેજના આંગણે ઉપસ્થિત રહ્યા હતા. હરિવંદના કોલેજના ચેરમેન શ્રી ડૉ. મહેશભાઈ ચૌહાણ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડૉ. સર્વેશ્વરભાઈ ચૌહાણ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ડૉ. અશ્વિનભાઈ રાઠોડ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ હેડ શ્રી ડૉ વિશાલભાઈ વસા, એડમિન હેડ શ્રી સાગરભાઈ બાબરીયાએ જયેશભાઈનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. હરિવંદના કોલેજના IT ડિપાર્ટમેન્ટ દ્વારા 'DHISHNA - 2023' નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના સમયમાં ટેકનોલોજી આશીર્વાદ અને અભિશાપ બંને બની છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસની સાથે જ સાયબર ફ્રોડ રૂપે એક નવી સમસ્યાએ જન્મ લીધો છે.
આ કાર્યક્રમમાં હાર્ડવેર - સોફ્ટવેર પ્રેઝન્ટેશનની સાથે સાથે સાયબર સિક્યુરિટી પર પણ માહિતીસભર પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યા હતા.
હરિવંદના કોલેજ દ્વારા આયોજિત DHISHNA 2K23 (સાઇબર સિક્યોરિટી કાર્યક્રમ) માં ગણેશભાઈ ગોંડલ @ganesh_gondal યુથ આઇકોન એ હાજરી આપી હતી.
હરિવંદના કોલેજના આંગણે તારીખ ૨૩/૦૧/૨૦૨૩ તથા ૨૪/૦૧/૨૦૨૩ ના રોજ IT ડિપાર્ટમેન્ટ દ્વારા 'DHISHNA - THE IT FAIR 2023' નું આયોજન કરવામાં આવ્યું હતું. હરિવંદના કોલેજના ચેરમેન શ્રી ડૉ મહેશભાઈ ચૌહાણ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડૉ. સર્વેશ્વરભાઈ ચૌહાણ તથા પ્રિન્સિપાલ શ્રી ડૉ. અશ્વિનભાઈ રાઠોડ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ફેર સ્વરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં હાર્ડવેર તથા સોફ્ટવેરને લાગતા ઘણા પ્રયોગો તથા પ્રેઝન્ટેશન્સ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા તથા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ ખાસ હાજરી આપી હતી. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ક્ષેત્ર સાથે શૈક્ષણિક તથા વ્યવસાયિક રીતે જોડાયેલી હસ્તીઓ જેવી કે ડૉ. કિશોર આટકોટીયા, ડૉ. સી.કે. કુંભારાણા, ડૉ. નિકેશ શાહ, ડૉ. મહેશ જીવાણી, અરવિંદ સાંગાણી, ડૉ. અતુલ ગોસાઈ, ભાવેશભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ, નીરજભાઈ પટેલ, પ્રદીપભાઈ વાળા, ભાવેશભાઈ અજમેરા, અંકુર રાણપરિયા, ગાર્ગી મેડમ તથા પિયુષભાઈ કાસુન્દ્રા હાજર રહ્યા હતા. આ સાથે જ રાજકોટની ૧૫ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ માહિતીસભર કાર્યક્રમની મુલાકાત લીધી હતી. આજના સમયમાં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના વિકાસની સાથે સાથે સાયબર ફ્રોડનું જોખમ દિવસે ને દિવસે વધતું જાય છે. આ વિષય પર વિદ્યાર્થીઓને તથા જાહેર જનતાને જાગૃત કરવા માટે આ કાર્યક્રમમાં સાયબર સિક્યોરિટી વિશે પણ ખાસ પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યા હતા. આ સાથે જ IT ના અલગ અલગ વિષય જેવા કે હાર્ડવેર ડેમો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મોસ્ટ ટ્રેડિંગ ટેકનોલોજી, ઓનલાઇન અર્નિંગ ટેકનીક, ઇમ્પેક્ટ ઓફ સોશિયલ મીડિયા ઓન સોસાયટી, યુઝફુલ વેબસાઇટ્સ એન્ડ એપ્સ વગેરે જેવા વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. આમ, આ માત્ર IT FAIR ના રહેતા એક જ્ઞાનવર્ધક તથા સલામતી સૂચક કાર્યક્રમ પણ બન્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ 'DHISHNA' નું ભવ્યાતિભવ્ય આયોજન સર્વે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા પ્રિન્સિપાલ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.