સાંપ્રત સમયમાં ટેકનોલોજી તમામ લોકોની જીવાદોરી બની છે. સ્માર્ટ ગેજેટ્સ જેવાકે સ્માર્ટ ફોન્સ અને લેપટોપ દ્વારા દરરોજ કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો સામાન્ય બાબત બની છે. આ સાથે જ હવે સાઇબર ક્રાઇમને લગતા ફ્રોડ્સ અને ઓનલાઈન છેતરપિંડી પણ છેલ્લા 3 વર્ષોમાં ચિંતા જનક રીતે વધી રહી છે. આ બાબત અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં વધે અને તેઓ સાવધાની પૂર્વક તેમના ડેટાને અને અંગત માહિતીઓનું રક્ષણ કરી શકે એ હેતુથી કોલેજના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના હેડ ડો. અશ્વિન રાઠોડ સાહેબ દ્વારા CYBER SECURITY AWARENESS SEMINAR લેવામાં આવ્યા. જેમાં B.com, BBA, BCA, B.sc IT, B.sc, M.sc ના તમામ વર્ષોના આશરે 1793 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો.