Mar-22-2022

harivandana college Rajkot

About Event


તા. 22 માર્ચ 2022ના રોજ Computer Science (IT Department) દ્વારા DHISHNA 2022નું આયોજન કરવામાં આવેલ હતું. જેના અંતર્ગત વિવિધ એકેડેમિક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવેલ હતું. મનુષ્યની બુદ્ધિમતા જ્યારે સતકર્મ માટે ઉપયોગ થાય ત્યારે વિવિધ આવિષ્કારોનો જન્મ થાય છે, જે આપણા જીવનને સરળ બનાવે છે. કાર્યક્રમના નામ DHISHNAને સાકાર કરતા FY અને SYના વિદ્યાર્થીઓએ જોશ અને ઉત્સાહ સાથે ટેક્નોલોજીની કલ-આજ ઔર કલ બતાવી હતી. કોમ્પ્યુટરના વિવિધ હાર્ડવેર્સનું લાઈવ પ્રેઝન્ટેશન અને પોસ્ટર દ્વારા મુલાકાતે આવેલા કોમર્સ, સાઇન્સ અને અન્ય ડિપાર્ટમેન્ટના મુલાકાતીઓને સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. જેમાં વિવિધ એપ્લિકેશનના ડેમોઝ, નેટવર્કિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી, ગેમીંગ, vfx એનિમેશન, સ્માર્ટ ગેજેટ્સ, સ્માર્ટ કાર ડિલપ્લે જેવી ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આ કાર્યક્રમમાં મનોરંજન અર્થે વિવિધ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીનબોલ, હાઇડ્રોલીક પઝલ, મેજીક ઇઝ લોજીક જેવી વિવિધ ગેમ્સનું આયોજન હતું. DHISHNA2022 ને સફળ બનાવવામાં વિવિધ કંપનીઓએ જેમકે MG RAJKOT, ARENA ANIMATION, અને UMIYA MOBILEએ પોતાની ટેકનોલોજીના ડિસ્પ્લે રાખ્યા હતા.
યુવાનોમાં અને યુવાનોના પ્રિય એવા કોલેજના કેમ્પસ ડાયરેકટર શ્રી સર્વેશ્વરભાઈ ચૌહાણે કાર્યક્રમની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી અને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ પાર્ટીસીપેન્ટ્સનો ઉત્સાહ વધારવા સ્ટેટેસ્ટીક ડિપાર્ટમેન્ટના હેડ શ્રી પ્રો. ડો. કિશોર આટકોટિયાએ શુભેચ્છા મુલાકાત લીધેલી હતી. IT સ્ટાફના હેડ ડો. અશ્વિન રાઠોડ તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓની સતત મહેનત DHISHNA 2022ને શક્ય બનાવી હતી. આ સાથે જ કાર્યક્રમના અંતે તમામ પાર્ટીસીપેન્ટ્સએ ગરબા અને રાસ લઈ અને ઇવેન્ટની ભક્તિમય પૂર્ણાહુતિ કરી હતી

DISCLAIMER :

Please do not share your Paytm Wallet password, Credit/Debit card pin, other confidential information with anyone even if he/she claims to be from Paytm. We advise our customers to completely ignore such communications & report to us at hvcpaytm@gmail.com. Read more...